Call us: 079-22136653
Mail us: taxmarch@gmail.com, info@taxmarch.com
આવક વેરોની ગણતરી દર્શાવતું પત્રક નાણાકીય વર્ષ - ૨૦૧૭-૧૮


Income Tax

નમસ્કાર કરદાતાઓ..... કુશળ મજામાં હશો .

અમે છેલ્લા ઘણાં વર્ષોથી કરવેરા સલાહકારના વ્યવસાયમાં કાર્યરત છીએ.એપ્રિલ-૨૦૦૯થી અમલી બનેલ છઠ્ઠા પગારપંચને લીધે મોટા ભાગના સરકારી કર્મચારીઓ એરીયર્સ મેળવતા થયેલ છે જેના ભાગ રૂપે કર્મચારીઓને ટેક્ષનું ભારણ આવતું હોવાનું ધ્યાન પર આવતાં અમે ગુજરાતના તમામ તાલુકાઓમાં આ અંગેની કામગીરી જે તે તાલુકા સંઘના સહકાર દ્વારા શરૂ કરેલ છે.નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં અમે આમોદ તાલુકા (ભરૂચ)ની આ અંગેની તથા ચાલુ વર્ષમાં માણસા (ગાંધીનગર) , આમોદ (ભરૂચ), અબડાસા (નલીયા-કચ્છ) ની દર મહીને પગારમાંથી કપાતા ટેક્ષ (ટીડીએસ)નું દર ત્રણ મહીને ફરજીયાત ભરવું પડતું ટીડીએસનું ક્વાર્ટરલી રીટર્ન ( 24Q ) ,દરેક કર્મચારીનું ઓન લાઈન ઈન્કમ ટેક્ષ રીટર્ન તથા ફોર્મ નંબર -૧૬ અંગેની સંપૂર્ણ કામગીરી તાલુકા પંચાયત તથા તાલુકા સંઘના સહકાર દ્વારા અમે શરૂ કરેલ છે.

હવે અમારી એક ગુજરાત એક ફી સ્કીમ મુજબ આપ આપનું તથા આપની સાથે જોડાયેલા સહકર્મચારીઓનું વાર્ષિક ઓન લાઈન સેલરી ઈન્કમ ટેક્ષ રિટર્ન નીચે દર્શાવેલ ફી ચૂકવી અમારી સાથે જોડવા માંગતા હોય તો નીચેની સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

નીચે દર્શાવેલ ફીના દર શાળાઓ તથા પે સેન્ટરોના સામુહિક કામગીરી માટે જ અમલી રહેશે. વ્યક્તિગત કિસ્સાઓમાં લાગુ રહેશે નહી. જેની ખાસ નોંધ લેશો.

  મિનીમમ રીટર્નની સંખ્યા ફીના દર પ્રતિ કર્મચારી
શાળાઓ ૦૬ રૂપિયા ૩૦૦/-
પે સેન્ટરો ૩૦ રૂપિયા ૨૫૦/-

ઉપર દર્શાવેલી ફીના દર દરેક કર્મચારીઓની ઓનલાઈન સેલરી ઈન્કમ ટેક્ષના રિટર્ન તથા ફોર્મ નંબર -૧૬ની કામગીરી કરી આપવામાં આવશે.

Downloads

નીચે દર્શાવેલ ફીના દર સમગ્ર તાલુકાની સામુહિક કામગીરી માટે જ અમલી રહેશે. વ્યક્તિગત કિસ્સાઓમાં લાગુ રહેશે નહી. જેની ખાસ નોંધ લેશો.

  ફીના દર પ્રતિ કર્મચારી
TDS ( ટેક્ષ ) કપાતો હોય તેવા કર્મચારીઓ માટે રૂપિયા ૨૫૦/-
TDS ( ટેક્ષ ) કપાતો ન હોય તેવા કર્મચારીઓ માટે રૂપિયા ૨૦૦/-

ઉપર દર્શાવેલી ફીના દર તાલુકામાં દર મહીને પગારમાંથી કપાતા ટી.ડી.એસ.ના ત્રિમાસિક ટી.ડી.એસ. રિટર્ન ( 24Q ),દરેક કર્મચારીઓની ઓનલાઈન સેલરી ઈન્કમ ટેક્ષના રિટર્ન તથા ફોર્મ નંબર -૧૬ની કામગીરી કરી આપવામાં આવશે.

નીચે દર્શાવેલ ફીના દર વ્યક્તિગત કિસ્સાઓમાં કોઈ પણ સરકારી કે બિનસરકારી કર્મચારીઓના સેલરી ઈન્કમ ટેક્ષના રિટર્ન માટે જ અમલી રહેશે.. જેની ખાસ નોંધ લેશો.

રિટર્નનો પ્રકાર કામગીરીનો સમયગાળો ફીનો દર પ્રતિ રિટર્ન
નોર્મલ રિટર્ન ૧૦ કાર્યકારી દિવસ રૂપિયા ૨૫૦/-
એક્ષપ્રેસ રિટર્ન ૦૩ કાર્યકારી દિવસ રૂપિયા ૩૦૦/-

ખાસ નોંધ:- કાર્યકારી દિવસ સોમવાર થી શુક્રવાર ગણાશે.તથા પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલાવેલ રિટર્નનો સમયગાળો કાર્યકારી દિવસમાં ગણાશે નહી. જરૂરી તમામ વિગતો મળ્યા પછીના દિવસને કાર્યકારી દિવસ ગણવામાં આવશે. જેની નોંધ લેશો.

 1. અમે ગો ગ્રીન એટલે કે "Save paper. Save trees. Save earth" કાગળ બચાવો પર્યાવરણ બચાવો અભિયાનનો આરંભ કરી શક્યતઃ કાગળનો વપરાશ અટકાવી આપ અમારી સાઈટ પરથી આવકની વિગતો દર્શાવતું પત્રક ડાઉનલોડ વિકલ્પમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે.
 2. ડાઉનલોડ કરેલ પત્રકમાં દર્શાવેલી જરૂરી વિગતો જેવીકે કર્મચારીનું નામ ,તેનો પાન નંબર ,પાન નંબર પ્રમાણેની જન્મ તારીખ ,કાયમી હોય તેવો મોબાઈલ નંબર (જેથી કરી ઈન્કમ ટેક્ષ વિભાગ આપના પાન નંબર કે આપે ફાઈલ કરાવેલ રીટર્ન સંદર્ભે કોઈપણ માહિતી આપ સુધી મેસેજ દ્વારા સરળતાથી પહોચાળી શકે.)બેંકનું નામ ,બેંક એકાઉન્ટ નંબર તથા બેંકનો IFSC Code અનિવાર્ય હોવાથી દરેક કરદાતાઓએ તમામ વિગતો આપવાની રહેશે.
 3. ત્યારબાદ એકજ કચેરી કે નોકરીના સ્થળે એક કરતાં વધુ કર્મચારીઓ અમારી આ સ્કીમ મુજબ સર્વિસ મેળવવા માંગતા હોય તો દરેક કરદાતાની આવકની વિગતો ડાઉનલોડ કરેલ એક જ પત્રકમાં દર્શાવવાની રહેશે.
 4. દરેક કરદાતાની તમામ વિગતો ભર્યા બાદ પત્રક સેવ કરી અમારા ઈ-મેઈલ એડ્રેસ પર મેઈલ કરવાનો રહેશે. અથવા પ્રિન્ટ આઉટ લઈ અમારા ડાઉનલોડ બિઝનેસ પરમીટ કવર દ્વારા આવકની માહિતી મોકલવાની રહેશે.
 5. બિઝનેસ પરમીટ કવરની પ્રિન્ટ આઉટ લેવા માટે ૯.૫" x ૪.૫" ની સાઈઝના કોરા કવરનો ઉપયોગ કરવો.
 6. બિઝનેસ પરમીટ કવર પર કોઈ પણ પ્રકારની ટીકીટ કે પોસ્ટેજ ચાર્જ ચૂકવવાની જરૂર નથી.
 7. આપની નજીકની કોઈ પણ પોસ્ટ ઓફીસના પોસ્ટ બોક્ષમાં કવર નાખવાનું રહેશે. જે સરળતાથી અમને મળી જશે.
 8. બિઝનેસ કવરની પાછળ કે ડાઉનલોડ કરેલ પત્રકમાં આપ જે સરનામા પર તમામ કર્મચારીઓની ઇન્કમ ટેક્ષ રીટર્ન તથા ફોર્મ નંબર -16ની કોપી મેળવવા માંગતા હોય તે સરનામું પીન કોડ સાથે દર્શાવવાની રહેશે.

ઈન્કમ ટેક્ષ રિટર્નની ફી આપ નીચેના અમારા અલગ અલગ વિકલ્પો દ્વારા સરળતાથી ચૂકવી શકો છો.

 1. ચેકથી
 2. રોકડથી
 3. ઓનલાઈન / નેટ બેન્કિંગથી.

અમારા નીચે દર્શાવેલ કોઈ પણ બેંક એકાઉન્ટમાં ઉપર જણાવેલ કોઈ પણ વિકલ્પ દ્વારા ફીની રકમ જમા કરાવી શકશો.

Bank Name State Bank of India Bank of Baroda Bank of India Central Bank of India
Account No. 32448955818 35170100002779 221510110000633 3228308798
IFSC Code SBIN0011010 BARB0GHATLO BKID0002215 CBIN0280548
Branch Name Nirnaynagar,A'Bad Ghatlodiya,A'Bad Kalol NavaWadaj,A'bad
MICR Code 380002097 380012081 380013070 380016022
 1. એકજ કચેરી કે નોકરીના સ્થળે એક કરતાં વધુ કર્મચારીઓના ઈન્કમ ટેક્ષ રિટર્નની ફી આપની કચેરીના કોઈ એક કર્મચારીના ચેક દ્વારા મોકલી શકશો ,એટલે કે દરેક કર્મચારીએ ફીનો ચેક અલગ અલગ આપવાની જરૂરિયાત રહેશે નહિ. જો આપ ચેક દ્વારા ફીની રકમ મોકલવા માંગતા હો તો ચેક A/c.Payee કરી અમારા નામનો Ravindra J.Patel લખી અમારા બિઝનેસ પરમીટ કવરમાં મોકલી આપશોજી.
 2. જો આપ નેટ બેન્કિંગ ધરાવતા હો તો નીચે દર્શાવેલ અમારા કોઈ પણ એકાઉન્ટમાં ફીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો છો.
 3. તમામ કર્મચારીઓની ફી અમારા નીચે દર્શાવેલા કોઈ પણ એકાઉન્ટમાં આપની નજીકની શાખામાં જઈ ભરી શકશો.રોકડેથી ફી જમા કરવાના કિસ્સામાં જમા કરેલ ફીની બેંક પહોચ એટલે કે બેંકની સ્લીપબુકના અડધિયુંની સ્કેન કોપી કે ફોટો ઈમેજ મોકલી આપવાની રહેશે.

ઉપર આપેલ વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરતાં પહેલા નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખશો.

જો આપ ચેક દ્વારા ફીની રકમ ચુકવવા માંગતા હો તો શક્યતઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સુધારેલા નવા માપદંડ મુજબનો તથા બધી બેંકોમાં સ્વીકૃત હોય એવા પ્રકારનો આપની બેંકનો ચેક મોકલવાનો અથવા ભરવાનો રહેશે.

ચેક દ્વારા ફીની રકમ ચુકવવા માંગતા હો તો આપની નજીકની શાખામાં જઈ અમારા ખાતામાં જમા કરાવવાનો રહેશે.શક્ય હોય તો અમે જે બેંકોમાં એકાઉન્ટ ધરાવીએ છીએ તેજ બેંકનો કોઈપણ કર્મચારીનો ફીની રકમનો ચેક જમા કરાવવાથી એજ દિવસે રકમ ટ્રાન્સફર થઇ જતી હોવાથી અમે કાર્યવાહી સરળતાથી કરી શકીએ.

મહેરબાની કરીને રીટર્નની ફીનો ચેક જો અમારા બિઝનેસ પરમીટ કવર દ્વારા આવકની માહિતી મોકલવા માંગતા હો તો કવરની સાથે જ ફીનો ચેક અચૂક મોકલી આપવો એટલે કે આવકની માહિતી તથા ફીનો ચેક કોઈ એક માધ્યમ દ્વારા મોકલી આપશોજી. અન્યથા રીટર્ન અંગેની આગળની કાર્યવાહી ધ્યાનમાં લેવાશે નહીં.

છેકછાક કે Over Writing કરેલ ચેક બેંકમાં ભરશો નહિ કે આવા પ્રકારના ચેકવાળા કવર પણ ધ્યાનમાં લેવાશે નહીં.જેની ખાસ નોંધ લેશો.શેહશરમનો દુરુપયોગ ન કરવા ખાસ વિનંતી.

કોઈ સંસ્થામાં દાન કે રીલીફ ફંડમાં ફાળો આપ્યો હોય તેવા કર્મચારીઓ માટે જરૂરી માહિતી ....

કોઈ કર્મચારીએ કોઈપણ માન્ય ચેરીટેબલ ટ્રસ્ટ કે ધાર્મિક સંસ્થામાં ઇન્કમ ટેક્ષની કલમ ૮૦ જી મુજબ દાન-ભેટ કરેલ હોય તો જે તે સંથાનો પાન નંબર તથા એસેસમેન્ટ વર્ષ ૨૦૧૪-૧૫થી અમલી બને તે રીતે વર્ષ દરમિયાન કરેલ રૂપિયા ૧૦૦૦૦ કે તેથી વધુની દાન-ભેટ ચેક કે ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ ફરજીયાત પણે ચૂકવવી પડશે અન્યથા કરેલ દાન-ભેટ કાયદાની કલમ મુજબ બાદ મેળવી શકાશે નહીં.

મોટા ભાગના માન્ય ચેરીટેબલ ટ્રસ્ટ કે ધાર્મિક સંસ્થામાં કરેલ દાન-ભેટ પચાસ ટકાની મર્યાદામાં જ બાદ મેળવી શકાશે.જે બાબત ખાસ ધ્યાન રહે.

કર્મચારીની કુલ ગ્રોસ આવક માંથી દાન-ભેટ સિવાયના બધા જ રોકાણો બાદ કર્યા પછી જે રકમ રહે તેના ૧૦ ટકાથી વધુ નહીં તેટલું જ દાન-ભેટ કરી શકશે.એટલે કે કર્મચારી ધારે તેટલું દાન-ભેટ કરીને ટેક્ષ બચાવી શકશે નહીં.